- કોઇ પણ જગ્યાએ યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે ઓનલાઈન શિક્ષણ મેળવી શકીએ છીએ.
- વર્ગખંડોમાં પ્રોજેક્ટરનો ઉપયોગ કરીને વિધાર્થીઓને શિક્ષણ આપી શકીએ છીએ.
- આજના ડિજિટલ યુગમાં tutorials દ્વારા વિધાર્થી ઘણા બધા પ્રકાશનો ડાઉનલોડ કરીને વાંચી શકે છે.
- ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા ધોરણ 1 થી 12 ના પાઠ્ય પુસ્તકો ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં ઉપલબ્ધ છે.
- ટેલિવિઝન એ ICT નું એક માધ્યમ છે. અને ભારતમાં દૂરદર્શન ચેનલ પરથી ઘણા વર્ષોથી ચોક્કસ સમયે શૈક્ષણિક કાર્યક્રમો પ્રસારિત થતાં આવ્યા છે.
- હાલમાં દૂરદર્શને "જ્ઞાનદર્શન " નામથી ફકત શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ કરતી એક અલગ ચેનલ શરૂ કરી છે.
- શિક્ષકોએ શાળામાં DTH સુવિધાની મદદથી આવા પ્રકારની ચેનલનો ઉપયોગ કરવો જોઈએ જેથી વિધાર્થીઓ ડિજિટલ શિક્ષણથી અવગત થાય.
- આજના સ્પર્ધાત્મક યુગમાં જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે તેમાં મોટા ભાગની પરીક્ષાઓ ઓનલાઈન લેવાય છે અને તેના પરિણામ પણ ઓનલાઈન હોય છે.
- રેડીયો પણ ICT નું સાધન છે. ભારતમાં આઝાદી મળી એ પહેલાથી રેડીયો સ્વરૂપે ધ્વનિ પ્રસારણ થતું આવ્યું છે.
- રેડિયોના માધ્યમથી શૈક્ષણિક માહિતી મેળવી તેની મદદથી અધ્યયન અધ્યાપનનું કાર્ય કરી શકાય છે.
- જ્યારથી કમ્પ્યુટરની શોધ થઈ ત્યારથી દુનિયામાં શિક્ષણથી દીશા જ બદલી નાખી છે.
- શિક્ષક કેન્દ્રી શિક્ષણને વિધાર્થી કેન્દ્રી બનાવવામાં જો કોઈ મહત્વનુ પાસું હોય તો એ કમ્પ્યુટર છે જે ICT નું જ માધ્યમ છે.
- ઘણા બધા પાનામાં સમાયેલું પુસ્તક એક નાની ચીપ કે એક જ સીડી માં સમાય જાય છે જેથી કમ્પ્યુટર દ્વારા વિધાર્થીઓના સ્કૂલ /કોલેજ બેગના ભારણના પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો છે.
- ઇન્ટરનેટે વિશ્વને એક વૈશ્વીક ગ્રામ બનાવી દીધું છે.
- વિશ્વભરમાં ફેલાયેલું અને વિકસતું શિક્ષણ ઇન્ટરનેટ ના માધ્યમ દ્વારા દરેક વ્યક્તિના ઘરે અને પોતાના ટેબલ પર આવી ગયું છે.